પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો…


 
પૌદગ્લિક પર્યાયો જોયા કેવળજ્ઞાનમાં
 
 
અમારા વખતમાં કહેતા હતા કે,
 
‘દુનિયા દિવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે.
 
પાપેય એનું જ્યારે પ્રગટ થાશે, ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે.’
 
પાપ જ્યારે એનું પ્રગટ થશે, ત્યારે ભૂવાજતિઓને ત્યાં જઈને દોરાધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થાય પછી એ ભૂવા ખોળે, જતિ ખોળે એવું કોઈ કવિએ ગાયું છે.
 
પ્રશ્નકર્તા : દાદા, આ પદ ક્યારે વાંચેલું તમે?
 
દાદાશ્રી : આ તો પંચાવન વર્ષ (પહેલા)ની વાત. એ બહુ જૂની નથી, બેપાંચ હજાર વર્ષની વાત નથી.
 
પ્રશ્નકર્તા : પણ તમને યાદ બધું કેમનું રહે છે?
 
દાદાશ્રી : અમને કશું યાદ ના હોય. આજ સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવેને !
 
પ્રશ્નકર્તા : તો આ બધું ક્યાંથી નીકળ્યું, દાદા?
 
દાદાશ્રી : આ તો અમને દેખાય આમ ! આ જ્ઞાનમાં અમને બધું દેખાય. બધા પર્યાયો અમને ખબર પડે. દરેક પૌદગ્લિક પર્યાય જે પણ છે ને, એ બધાં અમને સૂક્ષ્મરૂપે દેખાય.
 
આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય.
 
 
તોફાની ખરા પણ મમતા રહિત
 
આવું હતું….. આવું હતું, પછી આવું હતું. સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા. એ બધુંય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે. કહેવાય નહીં ને ચિઢાયા કરે.
 
પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?
 
દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.
 
પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય?
 
દાદાશ્રી : એ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ! પણ આ આડાઈ. ‘સાહેબ એના મનમાં શું સમજે છે ?’ કહેશે. લે ! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી પહેલા બાંધવાની.’ એને બાખડી બાંધવાની કહેવાય. તમે બાખડી શબ્દ સાંભળેલો? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.
 
પ્રશ્નકર્તા : તે સાહેબ તમને કશું કહી ના શકે?
 
દાદાશ્રી : કહેય ખરા, પણ (આમ) કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખશે.
 
પ્રશ્નકર્તા : દાદા, તમે આવાં તોફાની હતા ?
 
દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ.
 
પ્રશ્નકર્તા : અને એમાં આવું ‘જ્ઞાન’ થઈ ગયું, એ તો બહુ કહેવાય !
 
દાદાશ્રી : ‘જ્ઞાન’ થઈ ગયું, કારણ કે મહીં ચોખ્ખું હતું ને ! મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આની ટેસી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે, ‘અરે, જવા દો ને, તુંડમિજાજી છે.’ એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી, એ મુખ્ય ગુણ સરસ હતો. એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તોય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી.
 
તે મનેય લાગ્યું કે હવે હું પાંસરો થઈ ગયો. કોઈએ મને પાંસરો કરવો ના પડે.
 
પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા?
 
દાદાશ્રી : લોકોએ મારીઠોકીને, ઊંધુંચત્તું કરીને, આમતેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.
 
પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ?
 
દાદાશ્રી : કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો. પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો !
 
પ્રશ્નકર્તા : દાદા, આપ તો જ્ઞાની પુરુષ, અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને હું પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ?
 
દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો નથી થયા તો હજુ થવું પડશે. મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે થઈ જજો. જ્યાં આગળ કોઈ અવળું આપેને, રસ્તે જતા તો ઉપકાર માનજો કે આપણને પાંસરા કરે છે આ. ઉપકાર માનજો. કોઈ ક્લાયન્ટ (ઘરાક) છે તે અવળું બોલીને પાંસરો કરવા માંડે તો આપણે જાણવું ઉપકારી છે આ.
 
 
દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
 
સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો.
 
!!! જય સચ્ચિદાનંદ !!!
Advertisements

Welcome to ‘360° Parenting’ Exhibition : useful for Parents and Teachers‏


 
Date: 5th to 9th November 2011, Time: 4pm to 10pm
Vaccine Ground, Baroda
 
 
Parenting is probably one of the hardest endeavors for people to be skillful at, the one they are least trained for. Param Pujya Dadashri’s discourses help parents understand their roles and responsibilities towards children. Click Here to Read More
 
 
courtesy given by :  Baroda Team.

Talking about YouTube :Niruma – DD Birthday……


JSCA…….
We found this clip as TODAY’s ENERGIZER on one of the our Website called : http://satsang.dadabhagwan.org

Many many happy returns of the day on behalf of all ANK_MHT Group team.

We all are praying to Dada, Ma, Swami and all dev devies to give lotoff blessing to do more JAGAT KKALYAN.

Once again HAPPY BIRTHDAY to our beloved PUJYASHREE.

Its my pleasure to share with all of you.

Have a look on it ………………………….

JAI SAT CHIT ANAND.


AKHAY VISHV NU KALYAN HO…… KALYAN HO….. KALYAN HO……….
 

DADA BHAGWAN NA ASIM JAI JAIKAR HO.
 
AAPNA DADA MAHAN CHHE …….

Happy Birthday to LIVING LORD !!!


Happy JANM KALYANAK DIN

(Birthday) to Living Lord

Shree Simandhar Swami Bhagwan.

 

શ્રી સીમંધર સ્વામી, ભરત કલ્યાણનાં નિમિત્ત !

 પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થંકરો બિરાજે છે, એવાં બીજા કોઈ ક્ષેત્રમાં કંઈ તીર્થંકરો બિરાજે છે ?

દાદાશ્રી : આ પાંચ ભરતક્ષેત્રમાં ને પાંચ ઐરાવત ક્ષેત્રમાં, અત્યારે તીર્થંકર નથી બિરાજતા. બીજે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં અત્યારે ચોથો આરો છે, ત્યાં આગળ તીર્થંકરો વર્તે છે. ચોથો આરો હોય, ત્યાં આગળ વર્ત્યા કરે, ત્યાં કાયમને માટે ચોથો આરો હોય છે. અને આપણાં અહીં તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ફર્યા કરે.

એવું છે, આ પાંચ ભરત ક્ષેત્ર છે, પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે. આ પંદર મનુષ્ય લોકના ક્ષેત્રો, તેમાં પાંચ ભરતમાં અત્યારે તીર્થંકર નથી. કારણ કે પાંચમો આરો ચાલે છે બધામાં અને ઐરાવતમાં ય તીર્થંકર નથી. ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો ચાલે છે, એટલે ત્યાં તીર્થંકરો થયા જ કરે છે. એમાં બહુ પહેલેથી તીર્થંકર હોય અને ત્યાં વીસ તીર્થંકરોમાં આ સીમંધર સ્વામી છે !

પ્રશ્નકર્તા : અહીં આગળ ક્યારે તીર્થંકર થાય છે ?

દાદાશ્રી : અહીં ત્રીજા-ચોથા આરામાં તીર્થંકર થવાનાં !

પ્રશ્નકર્તા : અને તીર્થંકરો એ આપણાં અહીંઆ, હિન્દુસ્તાનમાં જ થાય છે, બીજે ક્યાંય ના થાય ને ?

દાદાશ્રી : આ જ ભૂમિકામાં ! બીજી જગ્યાએ થાય નહિ. આ જ ભૂમિકા, હિન્દુસ્તાનની જ ! આ જ ભૂમિકામાં તીર્થંકરો થાય, બીજી જગ્યાએ ઉત્પન્ન જ ન થાય. ચક્રવર્તી ય આ ભૂમિકામાં થાય, અર્ધચક્રી ય આ ભૂમિકામાં થાય. ત્રેસઠ શલાકા પુરુષો બધા અહીં થાય છે.

 પ્રશ્નકર્તા : આ ભૂમિની કંઈ મહત્વતા હશે ?

દાદાશ્રી : આ ભૂમિ બહુ ઊંચી ગણાય છે !

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું પૂજન શા માટે ? અન્ય તીર્થંકરોનું પૂજન કેમ નહિ ?

દાદાશ્રી : બધા તીર્થંકરોનું થઈ શકે, પણ એ સીમંધર સ્વામીને અહીં હિન્દુસ્તાન જોડે હિસાબ છે, ભાવ છે એમનો અને એ બહુ ટાઈમ સુધી રહેવાના છે !

દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો  

સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો

 

This slideshow requires JavaScript.

By dadamahatma Posted in Diwali